Your browser does not support JavaScript!

FAQ

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.
આપનું બાળક જો ધોરણ ૧ માં અભ્યાસ  પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.
આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.
આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધીકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૨ પછીનો જ માન્ય ગણાશે.
યાદી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યમાં વિચરતી જાતિઓની યાદી જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો: https://sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1730&lang=Gujarati ગુજરાત રાજ્યમાં વિમુક્ત જાતિઓની યાદી જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો: https://sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1734&lang=Gujarati
;